R R Gujarat

વાંકાનેર-ચોટીલા હાઇવે પર કારચાલકે બે રાહદારીને હડફેટે લીધા, એકનું મોત

વાંકાનેર-ચોટીલા હાઇવે પર કારચાલકે બે રાહદારીને હડફેટે લીધા, એકનું મોત

 

વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર પુરપાટ જતી કારના ચાલકે બે રાહદારી યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું ગંભીર ઇજાને પગલે મોત થયું છે

રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની નુરાખાન સફુરખાન કુંભાર (ઉ. વ.25) વાળાએ કાર જીજે 36 એલ 9229 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નુરાખાન અને સિકંદરખાન અબ્બાસખાન બંને વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર વતન હોટલે જમીને રોડ પર ઊભા હતા ત્યારે બાઉન્ડ્રી તરફથી આવતી કારના ચાલકે બંને યુવાનને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ફરિયાદી નુરાખાનને ગંભીર ઇજા પહોંચી હતી તેમજ સિકંદરખાનનું ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે