મોરબીના ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જતા રોડ પર ખાઈમાંથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ અને બીયરનો ૫.૧૬ લાખની કિમતનો જથ્થો ઝડપી લઈને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભરતનગર ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જતા રોડ પર રાધે પીવીસી ઇન્ડસ્ટ્રીઝથી થોડે અગલ રોડની બાજુમાં પાણીની ખાઈમાં અજાણ્યો ઇસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી રોડની સાઈડમાં ખાઈમાં તલાશી લેતા ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૯૬ કીમત રૂ ૧,૭૨,૮૦૦, બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૩૬ કીમત રૂ ૭૨,૦૦૦, ૮ પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૭૧ કીમત રૂ ૭૮,૧૦૦ વિન્ટેજ બ્લુ વ્હીસ્કી નંગ ૫૭ કીમત રૂ ૨૮,૫૦૦ ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૧૩૨ કીમત રૂ ૧,૪૫,૨૦૦ અને રોયલ ચેલેન્જર વ્હીસ્કી ચપલા નંગ ૯૫ કીમત રૂ ૯૫૦૦ સહીત કુલ બોટલ નંગ ૪૮૭ કીમત રૂ ૫,૦૬,૧૦૦ અને બીયર ટીન નંગ ૪૬ કીમત રૂ ૧૦,૧૨૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૫,૧૬,૭૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
