R R Gujarat

મોરબી જીલ્લામાં તા. ૧૫ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોનના ઉપયોગ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું  

મોરબી જીલ્લામાં તા. ૧૫ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોનના ઉપયોગ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું  

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવા હેતુથી તા. ૦૯ થી ૧૫ મેં સુધી જીલ્લા ખાતે કોઈપણ જાતના ડ્રોનનો ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવું જાહેરનાંમુ પ્રસિદ્ધ કરવા માટે એલ.આઈ.બી. શાખા મોરબીના પીઆઈ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી 

જે દરખાસ્તને માન્ય રાખતા જીલ્લા કલેકટર કે બી ઝવેરી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ મોરબી જીલ્લાના હદ વિસ્તારમાં કોઇપણ જાતના ડ્રોનના ઉપયોગ અને કોઈપણ જાતના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે જાહેરનામું તા. ૧૫ મેં સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર સામે કાયદેસર પગલા ભરવામાં આવશે