R R Gujarat

ટંકારાના મિતાના ડેમ પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાનને માર મારી ઇસમો ફરાર

ટંકારાના મિતાના ડેમ પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા યુવાનને માર મારી ઇસમો ફરાર

 

મિતાના ડેમ પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતેલા 30 વર્ષીય યુવાનને ત્રણ અજાણ્યા ઇસમોએ આવીને માર મારી નાસી ગયા હતા જે બનાવ મામલે પોલીસે યુવાનની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

ટંકારાના મીતાના ગામે ડેમ પાસે આવેલ વાડીમાં આવેલ ઘરે રહેતો અમિત રહીમ ઠેબા (ઉ.વ.30) નામના યુવાને ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે યુવાન ગત તા. 12 એપ્રિલે રાત્રિના વાડીમાં આવેલ ઘરના ખુલ્લા કમ્પાઉન્ડમાં સૂતો હતો ત્યારે ત્રણ અજાણ્યા ઇસમોએ આવી કોઈ કારણોસર માર મારી લોખંડ વસ્તુથી માથામાં મારી ઇજા કરી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે