R R Gujarat

હળવદના શિવપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા, એક લાખથી વધુની રોકડ જપ્ત

હળવદના શિવપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા, એક લાખથી વધુની રોકડ જપ્ત

 

હળવદ તાલુકાના શિવપુર ગામે સીમમાં જુગાર રમતા સાત ઇસમોને જડપી લઈને હળવદ પોલીસે રોકડ રકમ રૂ 1,02,800 જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શિવપુર ગામે બાતમીને આધારે રેડ કરી હતી ગામની સીમમાં જુગાર રમતા જયેશ હરજીવન ધોરીયાણી, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, અમરશીભાઈ વિરજીભાઈ બારીયા, રસિકભાઈ બેચરભાઈ કાલરીયા. ચંદુભાઈ હરખજીભાઈ જેઠલોજા, લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા અને વજાભાઈ બાવલભાઈ ચૌહાણ એમ સાતને જડપી લઈને રોકડ રૂ 1,02,800 કબજે લઈને જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે