મોરબીના શકત શનાળા ગામના વેપારી દુકાન બંધ કરી પોતાના ઘરે જતા હતા અને તેની પાસે રોકડ રૂ ૩.૫૦ લાખ ભરેલો થેલો ગામમાં રહેતો એક ઇસમ ઝૂંટવી પોતાનું મોટરસાયકલ સ્થળ પર મૂકી અંધારામાં નાસી ગયો હતો વેપારીની ફરિયાદને આધારે પોલીસે આરોપીના નામજોગ લૂંટની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો હતો અને લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે મોરબીના શકત શનાળા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણીએ આરોપી વિશાલ વેલજીભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૨૨ ના રાત્રીના દુકાન બંધ કરી ઘરે આવતા હતા અને ધંધામાં નાણાની જરૂરીયાત હોવાથી મિત્ર હરિભાઈ કાવર પાસેથી રૂ ૪ લાખ લીધા હતા શનાળા ગામે પહોંચી બજરંગ પાન વાળા કેતનભાઈને રૂ ૩૦,૦૦૦ ધંધાના આપવાના હતા તે આપી તેમજ બીજા રૂ ૨૦,૦૦૦ પેન્ટના ખિસ્સામાં રાખ્યા હતા બાકીના ૩.૫૦ લાખ થેલામાં રાખ્યા હતા અને બાઈક ચાલુ કરતો હતો ત્યારે પાછળથી મોટરસાયકલમાં આવેલ ઇસમેં થેલો ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો અને વેપારીને તેની સાથે જપાજપી થઇ હતી જે ઇસમ રૂ ૩.૫૦ લાખ ભરેલ થેલો લઈને અંધારામાં નાસી ગયો હતો
જપાજપી જોઈ જતા ગામમાં રહેતો કાર્તિક બાવરવા ત્યાં આવ્યો હતો અને વેપારીને કહ્યું કે તમારી પાસેથી થેલો લઈને ભાગેલ ઇસમ ગામમાં રહેતો વિશાલ રબારી છે જેથી વેપારીએ રાડારાડ કરી હતી અને ગામના લોકો આવી જતા બનાવની જાણ કરી હતી બધાએ આરોપી વિશાલની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળ્યો ના હતો અને થેલામાં રાખેલ રૂ ૩.૫૦ લાખની લૂંટ કરી નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
આરોપીને ઝડપી લઈને મુદામાલ રીકવર, આરોપી રીઢો ગુનેગાર
આરોપી વિશાલ વેલજીભાઈ આલ રબારી (ઉ.વ.૨૫) રહે શકત શનાળા વાળાને ઝડપી લઈને પોલીસે લૂંટ થયેલ રૂ ૩,૫૦,૦૦૦ અને કાળા કલરનો થેલો અને એક મોબાઈલ કબજે લીધો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે આરોપી વિરુદ્ધ એ ડીવીઝન, રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, અમદાવાદ સેટેલાઈટ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન, મારમારી અને હત્યાના પ્રયાસ સહિતની પાંચ ફરિયાદ નોંધાઈ ચુકી છે
આરોપીને ઘટનાસ્થળે લઇ જઈને રી કન્સ્ટ્રકશન કરાવ્યું
આરોપી વિશાલ રબારી વેપારી પાસેથી રોકડ ભરેલ થેલો ઝૂંટવી ફરાર થયો હતો જે આરોપીને ઝડપી લઈને પોલીસ ટીમ આરોપીને ઘટના સ્થળે લઇ ગઈ હતી જ્યાં સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા