R R Gujarat

મોરબીના શનાળા રોડ ચક્કાજામ કરી રહીશોએ નોંધાવ્યો વિરોધ, તંત્રએ તાત્કાલિક કામ શરુ કર્યું

મોરબીના શનાળા રોડ ચક્કાજામ કરી રહીશોએ નોંધાવ્યો વિરોધ, તંત્રએ તાત્કાલિક કામ શરુ કર્યું


મોરબીમાં તૂટેલા રોડ રસ્તા સહિતના પ્રાથમિક પ્રશ્ને નાગરિકોનો ગુસ્સો હવે જોવા મળી રહ્યો છે રોડ પર ઠેર ઠેર ખાડાને કારણે ચોમાસામાં નાગરિકો નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે રાહદારીઓ અને વાહનચાલકો દરરોજ જીવના જોખમે રોડ પરના ખાડા અને ખાડામાં ભરેલા પાણીમાંથી પસાર થતા હોય છે ત્યારે આજે કન્યા છાત્રાલય રોડ પર મહિલાઓએ રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું
મોરબીના કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડની હાલત દયનીય છે રોડ પરના ખાડાથી નાગરિકો તોબા પોકારી ચુક્યા છે આજે મહિલાઓએ કન્યા છાત્રાલય રોડ તેમજ બાદમાં શનાળા રોડ પર રસ્તા રોકો આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ બનાવવાની માંગ સાથે મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી અને રણચંડી રૂપ ધારણ કર્યું હતું મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે આજે શહેરના રાજમાર્ગ સમાન શનાળા રોડ પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને શહેરમાં ટ્રાફિકની અફરાતફરી સર્જાઈ હતી

ડેપ્યુટી કમિશ્નર સ્થળ પર પહોંચતા સ્થાનિકો રોડ બતાવવા લઇ ગયા
શનાળા રોડ પર ચક્કાજામને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા જોકે સ્થાનિકોએ માત્ર મ્યુનીસીપલ કમિશ્નર સાથે જ વાત કરવાની જીદ પકડી હતી જેથી ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સ્થળ પર આવ્યા હતા ત્યારે સ્થાનિકો તેમને તૂટેલા રોડ રસ્તાની હાલત દેખાડવા લઇ ગયા હતા

ત્રણ કલાક કરતા વધુ ચાલેલુ ચક્કાજામ આંદોલન આખરે સમેટાયું
ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સ્થળ પર ગયા બાદ સ્થાનિકોએ રોડ રસ્તાની હાલત દેખાડી હતી જેથી મહાનગરપાલિકા તંત્રએ તુરંત ખાડા બુરવા માટે આદેશ આપ્યા હતા અને જેસીબી સ્થળ પર મોકલી ખાડા બુરવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું જેથી સ્થાનિકોને સંતોષ થતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું જોકે રસ્તા રોકો આંદોલન ત્રણ કલાક કરતા વધુ સમય ચાલ્યું હતું જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જોકે આખરે તંત્રએ તાત્કાલિક કામ શરુ કરાવતા સ્થાનિકો માની ગયા હતા