R R Gujarat

મોરબીના શક્તિ ટાઉનશીપના છઠ્ઠા માળેથી નીચે પડી જતા યુવતીનું મોત

મોરબીના શક્તિ ટાઉનશીપના છઠ્ઠા માળેથી નીચે પડી જતા યુવતીનું મોત


શક્તિ ટાઉનશીપમાં રહેતી ૨૨ વર્ષની યુવતી છઠ્ઠા માળે પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવતીનું મોત થયું હતું
મોરબીના રવાપર ઘુનડા રોડ પર શક્તિ ટાઉનશીપ ૨ માં રહેતી ચાર્મીબેન ધર્મેશભાઈ કાલાવડીયા (ઉ.વ.૨૨) નામની યુવતી ગત તા. ૨૧ ના રોજ પોતાના ફ્લેટ નં ૬૦૨ છઠ્ઠા માળે રૂમની ગેલેરીમાંથી કોઈ કારણોસર નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે