રવાપર ચોકડી ટ્રાફિક કામગીરી કરનાર ટ્રાફિક કોન્સ્ટેબલની કાયદેસરની ફરજમાં રૂકાવટ પેદા કરી તેમજ તને ફૂટબોલની જેમ ઉડાવું કહીને ધમકી આપી હતી પોલીસે બે અજાણ્યા સહિત ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ પ્રવીણભાઈ લાંબાએ એક્ટીવા જીજે 36 એએમ 8180 ના ચાલક યશ મેરામ બાલાસરા, તેમજ બ્લૂ કલરની કારમાં આવેલ બે અજાણ્યા ઇસમો એમ ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવાપર ચોકડી ફરિયાદી જિગ્નેશભાઈ ટ્રાફિક નિયમન કામગીરી કરતા હતા ત્યારે એક્ટિવા લઈ ને આરોપી સાઈડ તોડી વચ્ચે આવતા તેને રોક્યો હતો જેથી બોલાચાલી કરવા લાગ્યો અને બીજા બે ઇસમોને તેની સાથે લાવી ઉગ્ર બોલાચાલી કરી હતી
અને ફરિયાદીને તું ટ્રાફિક પોઈન્ટ પર ઊભો રહે તને ફૂટબોલ જેમ કેમ ઉડાવું છું ટુ જોજે કહીને ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી મોરબી સિટી એ ડિવિજન પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે