R R Gujarat

મોરબીની રફાળેશ્વર ચોકડીએ નજીવી બાબતે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીની રફાળેશ્વર ચોકડીએ નજીવી બાબતે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ


રફાળેશ્વર ચોકડીએ નજીવી બાબતે મારામારી થવા પામી હતી જેમાં બંને પક્ષે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારાએ આરોપીઓ મુકેશ પ્રભુભાઈ ખંભાળિયા, વિકાસ પ્રભુભાઈ બાવળિયા અને વિશાલ મુકેશ ખભાળીયા રહે ત્રણેય રફાળેશ્વર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુકેશને સાઈડમાં જવ્બા અંગે વાત કરતા સારું ના લાગતા ઉશ્કેરાઈ જઈને ધોકા વડે રાજુભાઈને મુંઢમાર મારી તેમજ આરોપી વિકસે છરી વડે રાજુભાઈને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે મુકેશ પ્રભુભાઈ ખંભાળિયાએ આરોપીઓ લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજીના થળાવાળા, રાજુભાઈ હીરાભાઈ ગમારા અને બાબુભાઈ હીરાભાઈ ગમારા રહે બધા રફાળેશ્વર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી લીલાભાઈ ગમારા સાથે ધંધા બાબતે બોલાચાલી કરી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આરોપીઓએ વિકાસને જમણા સાથળ પાસે તલવાર વડે ઈજા કરી તેમજ વિશાલને શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે