R R Gujarat

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ચાલકે 11 વર્ષના બાળકને હડફેટે લેતા ગંભીર ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ચાલકે 11 વર્ષના બાળકને હડફેટે લેતા ગંભીર ઇજા

 

મહેન્દ્રનગર ચોકડીએ ભાણેજ તેના મામા સાથે ગોલા ખાઈને પરત ફરતો હતો ત્યારે કાર ચાલકે બાળકને ઠોકર મારતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી કાર લઈને કાર ચાલક નાસી ગયો હતો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ હરિગુણ રેસિડેન્સીમાં રહેતા પરેશભાઈ નરશીભાઈ કાલરીયાએ સફેદ કલરની કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 17 મેના રોજ ફરિયાદી પરેશભાઈ, તેની દીકરી અંજલિ અને ભાણેજ યુગ ત્રણેય ગોલા ખાઈ પરત આવતા હતા અને રોડ ક્રોસ કરતી વખતે મહેન્દ્રનગર ચોકડી પાસે સફેદ કલરની કારના ચાલકે પુરજડપે ચલાવી ભાણેજ યુગ (ઉ. વ.11) ને હડફેટે લેતા શરીરે અને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા પહોંચાડી કાર લઈને ચાલક નાસી ગયો હતો મોરબી સિટી બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે