પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલા મહિલાને સમજાવી પરત ઘરે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી મહારાણા પ્રતાપ સકૅલ સામે બસ સ્ટેન્ડ પાસે એક નાની દીકરી સાથે મહિલા બેઠાં છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને કોઈનું કાઈ પણ માનતા નથી મહિલા સાથે તેમની નાની દીકરી પણ છે મહિલા ખુબ જ રડે છે અને ખુબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ ખુબ પુછપરછ કરી પરંતુ મહિલા સાચું બોલતા નથી અને સરનામું પણ સાચુ આપતા નથી અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ નીખીલ ભાઈ ઠક્કર ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ દરમિયાન મહિલા એ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ હાલ મધ્ય પ્રદેશ ના હોય અને તેઓ ગુજરાત ના મોરબી જિલ્લામાં એક ટાઈલ્સ ની કંપની માં કામ કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કંપની માં રહેતા હતા મહિલા તેના પતિ સાથે તેમની નાની દીકરી સહિત ના પરિવાર સાથે રહે છે મહિલા નાં પતિ રોજ રોજ કેફી દ્રવ્ય નું સેવન કરીને મહિલા સાથે મારઝુડ કરતા હતા અને નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હતાં તેમજ ઘરની બહાર નીકળી જવાની વારંવાર ધમકી આપતા હતાં તેમજ કેફી દ્રવ્ય નું સેવન કરીને મહિલા સાથે અને તેમની નાની દીકરી સાથે ગેરવર્તન કરતા હતા મહિલાને ઘરમાં ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા ન હતા માટે મહિલા આવાં અનેક પ્રકારના પ્રશ્નોથી કંટાળી ને તેમની એક વર્ષ ની દિકરી સાથે લયીને કોઈને પણ જાણ કર્યા વગર બે દિવસથી ઘરેથી નીકળી ગયાં હતાં મહિલા અનેક પ્રકારના પ્રશ્નોથી મુજાયેલી હતી
ત્યારબાદ ૧૮૧ ટીમે મહિલા ને સાંત્વના આપી અને મહિલા ને સમજાવેલ કે આવી રીતના ક્યારેય પણ બાળક ને લયીને ઘરેથી ન નીકળી જવા તેમજ જીવન માં ક્યારેય પણ આપઘાત નો પ્રયત્ન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી ત્યારબાદ તેમના પતિનું સરનામું પુછેલ અને કંપનીનું સરનામુ પુછેલ તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા મહિલાના પતિ સાથે વાતચીત કરેલ અને તેમની કંપનીમાં ગયેલા મહિલાના પતિએ જણાવેલ કે મહિલા નાની નાની વાતે ઝઘડા કરતી રહે છે અને બે દિવસથી તેમની જાણ બહાર ઘરેથી નીકળી ગયાં હતાં ૧૮૧ ટીમ દ્વારા મહિલા નાં પતિ ને કાઉન્સિલીગ કરતા જણાવ્યું હતું કે મહિલા સાથે કેફી દ્રવ્ય નું સેવન કરીને મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા તેમજ ધમકી આપવી એ કાયદાકીય રીતે ગુનો છે મહિલા સાથે ગેરવર્તન ન કરવાં તેમજ માનસિક રીતે ત્રાસ ન આપવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ મહિલા નાં પતિ ને સમજાવેલ કે દિકરી સાથે પણ ગેરવર્તન ન કરવાં જણાવેલ તેમજ મહિલા નું અને દિકરી નું ધ્યાન રાખવા જણાવેલ આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ ઘરેથી નહીં નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ જેને લઈ તેમના પતિ એ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો.


