મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અરજદાર પાસેથી કોન્ટેબલને લાખોની લાંચ લેતા અમદાવાદ એલસીબી ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામના ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપી હિતેશ મકવાણા એ આ કામનાં ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝક્નાં અંતે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ આપવાનું નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨,૩૫,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયેલ છે.