R R Gujarat

મોરબી-વાંકાનેરમાં હાર્ટએટેકને કારણે યુવાન સહીત બેના મોત

મોરબી-વાંકાનેરમાં હાર્ટએટેકને કારણે યુવાન સહીત બેના મોત


મોરબી અને વાંકાનેરમાં હાર્ટએટેકના બે બનાવો નોંધાયા છે જેમાં યુવાન અને વૃદ્ધના મૃત્યુ થયા છે બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના જુના ઘૂટું રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (ઉ.વ.૩૯) નામના યુવાન ગત તા. ૨૩ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો અને ગભરામણ થતા હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું બીજા બનાવમાં મૂળ ઓડીશાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક આવેલ લેટીન જીન કેર કંપનીમાં કામ કરતા પ્રુથીરાજ કુંભાર કુમાર મણી કુંભાર (ઉ.વ.૫૭) નામના પૌઢને છાતીમાં ગભરામણ થતા સારવાર માટે કુવાડવા હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું