નિયમ વિરુદ્ધ ખોટા હુકમો અને કામગીરીના આક્ષેપ
પૈસા ફેંકો તમાશા દેખો આવા ડાયલોગ અને ગીતો આપણે ફિલ્મોમાં જોયા હોય છે જોકે મોરબીમાં ભ્રષ્ટ અધિકારીઓ આવા ડાયલોગને આત્મસાત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
મોરબીના ગ્રામ્ય મામલતદારે ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી હોય અને વિવિધ કામો માટે રીતસરનું ભાવપત્રક તૈયાર કરેલ હોવાના ગંભીર આક્ષેપો અગાઉ થયા હતા તો વધુ એક અરજી ગ્રામ્ય મામલતદાર વિરુદ્ધ કરવામાં આવી છે જેમાં નીખીલ મહેતા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને નિયમો વિરુદ્ધ કરવામાં આવેલ ખોટા હુકમો તથા નિયમો વિરુદ્ધની કામગીરીની ફરિયાદ કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવતા વધુ એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે
મોરબીના જાગૃત નાગરિકે રાજ્યના અધિક મુખ્ય સચિવને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લો ભ્રષ્ટાચારીઓનો ગઢ બની ગયો હોય તેવું ચિત્ર સામાન્ય જનતાના માનસ પર ઉપસી રહ્યું છે ખાસ કરીને રેવન્યુ ઓથોરીટીમાં મનફાવે તે રીતે (જેવા પૈસા તેવો નિર્ણય) અરજદારોની અરજીનો નિર્ણય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે (મતલબ જે લોકો પૈસા આપે તેની અરજીઓ જ હકારાત્મક નીકાલ થાય છે તથા જે લોકો પૈસા આપતા નથી તેવા સામાન્ય લોકો અને ખેડૂતોની અરજી દફતરે અથવા નામંજૂર કરવામાં આવે છે ) સમાન પ્રકારની અરજીઓમાં અલગ અલગ નિર્ણય કેવી રીતે ? અમુક અરજીઓ મંજુર કરવામાં આવે છે અને સમાન પ્રકારની અન્ય અરજીઓ દફતરે અથવા નામંજૂર કેમ થઇ શકે ? તેવા સવાલ અરજદારે ઉઠાવ્યા છે
(૧) નિખીલ એચ. મહેતા જ્યારથી મોરબી જિલ્લામાં આવ્યા ત્યારથી આજ દીન સુધી તેના દ્વારા જેટલા બીનખેતીના અભિપ્રાય આપ્યા તેની તપાસ કરવી સમાન પ્રકારની બિનખેતી અરજીઓમાં અલગ અલગ અભિપ્રાય કેમ ? સરકાર દ્વારા બનાવવામાં આવેલ jora સોફ્ટવેરમાં નિખીલ એચ. મહેતાના કાર્યકાળમાં આવેલ તમામ બિનખેતી અભિપ્રાય નો અભ્યાસ કરવામાં આવે જેથી ખબર પડશે કે મામલતદાર મોરબી ગ્રામ્ય દ્વારા કેટલી ઉઘાડી લુટ કરવામાં આવે છે. વધુમાં રેન્ડમલી બીનખેતી કરાવનારા લોકોનુ નિવેદન પણ લેવામાં આવે જેથી તે લોકો જ કહેશે કે તેઓએ બીનખેતી કરાવવામાટે કેટલો ખર્ચો કર્યો. (આપની જાણ માટે મામલતદાર મોરબી ગ્રામ્યમાં એક એકર દીઠ ૧૫૦૦૦ રૂપીયા જેવો વહીવટ કદાચ ચાલે છે તેવુ અમોના ધ્યાનમાં આવેલ છે.)
(૨) મોરબી ગ્રામ્યમાં જમીનને લગતી તમામ અરજીઓ (જમીનોનુ એકત્રીકરણ,જમીન માપણી અભિપ્રાય,સરકારી જમીન માંગણી, બીનખેતી પ્રિમિયમના અભિપ્રાય, વિગેરે જેવી ઘણી બધી…. અરજીઓ) ની તપાસ કરવામાં આવે જેથી ખબર પડશે કે સમાન પ્રકારની અરજીઓમાં અલગ અલગ નિર્ણય મામલતદાર, મોરબી ગ્રામ્ય દ્વારા આપવામાં આવે છે. જે અરજી એડવોકેટ કે વચેટીયા મારફત કરવામાં આવે છે તેનો હકારાત્મક નિકાલ થાય છે તથા ખેડુત જો પોતાના નામ જોગ અરજી કરે અને પૈસા આપવાની ના પાડે તો તેઓની અરજી દફતરે અથવા ના-મંજુર કરવામાં આવે છે. વધુમાં અમુક અરજીઓ નો નિકાલ ખુબ જ ટુકા ગાળામાં (૪૮ કલાકમાં ) નિકાલ થાય છે તથા ઘણી અરજીઓનો નિકાલ મહિના ઓ સુધી પેન્ડીંગ રાખી અંતે નકારાત્મક જવાબ અરજી કરનારને આપવામાં આવે છે. સમાન પ્રકારની અરજીઓમાં આવો ભેદભાવ કેમ ?
(૩) મોરબી મામલતદાર કચેરી ગ્રામ્ય માં નોંધ પ્રમાણીત કરવાના પણ પૈસા લેવામાં આવે છે. જેનુ મેનુ કાર્ડ પણ અમોની પાસે છે. અમુક નોંધો કાચી પડે ત્યાર પછી ૩૫-૩૮ દિવસે પ્રમાણીત થાય છે(જેમાં એડવોકેટ કે કન્સલટન્ટ પૈસા આપે તે જ ) પરંતુ અમુક નોંધો કે જે ૪૫- ૫૦ દિવસે પ્રમાણીત થાય છે. નોંધોમાં પણ આવો ભેદ ભાવ ? ઓનલાઇન ઇ-ધરા સોફટવેરમાંથી નોંધોનુ લિસ્ટ કાઢી જો બધી નોંધો ચેક કરવામાં આવે તો સમગ્ર હકીકત આપની સામે આવી શકે.
(૪) મોરબીમાં પુરવઠા માં પણ એક બાંધેલો હપ્તો ચાલે છે. છેલ્લા ઘણા સમયથી મોરબી મામલતદાર દ્વારા કોઇ સસ્તા અનાજની દુકાનોની તપાસણી પણ કરવામાં નથી આવતી. અને જો તપાસણી કરવામાં આવે તો સબ સલામત હોવાનો અહેવાલ કરવામાં આવે છે. ખાનગી રાહે મોરબી ગ્રામ્યના સસ્તા અનાજના દુકાનદારોના નિવેદન લેવામાં આવે તો પણ સમગ્ર હકીકત સામે આવી શકે કે કેટલો હપ્તો મામલતદાર કચેરીને આપવામાં આવે છે.
(૫) હાલમાં અમોના જાણમાં આવેલ છે કે મામલતદાર મોરબી ગ્રામ્ય દ્વારા ૭-૧૨,૮- અ ને લગત ક્ષતી સુધારાના હુકમો કરવાનુ બંધ કરેલ છે. મામલતદારો દ્વારા પોતાની સત્તાનો ખોટો દુરઉપયોગ કરીને ખોટા હુકમો થતા જે કલેક્ટર કચેરીને ધ્યાને આવતા કલેક્ટર કચેરીએથી આવા હુકમોની મનાઇ કરવામાં આવેલ. આ ક્ષતી સુધારાઓ જે હાલે બંધ કરેલ તે પહેલા કરેલ તમામ ક્ષતી સુધારાઓ તેઓની સત્તા બહારના કરેલ ? જે કલેક્ટર કચેરીને ધ્યાને આવતા આ બંધ કરાવેલ. કોઇ રેવન્યુ ઓથોરિટી તેમને મળેલ સત્તા બહારની સત્તા વાપરીને સત્તાનો ખોટો દુરુપયોગ કરે તેના માટે સજાની કોઇ જોગવાઇ છે ? જો તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવી શકે કે સમાન પ્રકારની અરજીઓમાંથી એક અરજી મંજુર થાય અને બીજી અરજી ના-મંજુર થાય છે. તથા અમુક અરજીઓ ખુબ જ ટુકા ગાળામાં હકારાત્મક નિકાલ કરવામાં આવેલ(૪૮ કલાકની અંદર). તથા અમુક અરજીઓ પેંડીંગ રાખી અંતે તેનો નકારાત્મક જવાબ આપી અરજીઓ દફતરે કરવામાં આવેલ. અરજી સાથે પણ આવો ભેદભાવ ?
(૬) નિખિલ મહેતા મોરબી આવ્યા ત્યારથી તેઓ દ્વારા ગાડા મારગ, ચાલવાના અધિકાર બાબતે તથા કુદરતી પાણીના નિકાલ. .વિગેર બાબતે કેસ ચલાવી ઘણા હુકમો કરવામાં આવેલ છે. શુ તે બધા હુકમો નિયમોનુસાર કરેલ છે ? આ બધા કેસોમાં પણ વાદી તથા પ્રતિવાદીઓના નિવેદનો લેવામાં આવે જેથી તે લોકો જ સ્પષ્ટ કહી શકશે કે કેટલા કેસમાં કેટલા પૈસા લેવામાં આવ્યા. તથા આ બધા હુકમો એક્સપર્ટ કમિટી દ્વારા તપાસવા (મોરબી રેવન્યુ ઓથોરિટી નહી પણ ગાંધીનગરથી ટીમ બોલાવી ચકાસણી કરે તો સત્ય સામે આવે )
(૭) હાલમાં નિખિલ મહેતાએ મોરબીની નજીકના જ શક્તશનાળા ગામના રાવળા કબ્જા હકની શનદોનો અભિપ્રાય આપેલ. તથા મોરબીના નાના ખેડુતોની રાવળા કબ્જા માટેની અરજીઓનો નકારાત્મક જવાબ આપેલ છે. શા માટે અચાનક જ એક સાથે ૮-૧૦ જેટલી અરજીઓનો પોજીટીવ અભિપ્રાય આપેલ તથા અન્ય નાના ખેડુતોની અરજીઓ દફતરે શા માટે કરવામાં આવેલ ? શુ તે અરજીઓ રેવન્યુના કાયદાઓ વિરુધ્ધ હતી ? એક્સપર્ટ કમિટી દ્વારા આ બધી અરજીઓ ની ચકાસણી કરવામાં આવે (RFMS સોફ્ટવેર સાથે મેળવણુ કરીને) સોલવન્સી સર્ટિ આપવા બબાતે સરકારના પરિપત્ર મુજબ પચાસ હજાર રૂપીયા કરતા વધુની સોલવંસી સર્ટિફિકેટ માટે મામલતદારે રૂબરૂ સ્થળ નિરિક્ષણ કરવુ તથા તેના રૂબરૂનુ રોજકામ કરવુ તેવો સરકારી પરિપત્ર છે. પણ નિખિલ મહેતા દ્વારા કોઇ પણ સોલવંસીમાં સરકારના આ નિયમ ફોલો કરવામાં આવતો નથી. જેની પણ ઊંડાણ પુર્વક તપાસ કરવામાં આવે.
(૮) હાલે સરકારી રેકર્ડની ખરી નકલ કાઢવા માટે પણ મોરબી ગ્રામ્ય કચેરી ખુબ બદનામ છે. હાલે કોઇ જુનુ રેકર્ડ(ખાસ કરીને ઘરખેડ કેસો, બારખલીના કેસો, નવી શરતની જમીનોની સનદ, હુકમ કબ્જા સોપ્યાનુ પંચરોજકામ. વિગેરે જેવુ અગત્યનુ ) કઢાવવુ હોય તો નાના ખેડુતો ને જુનુ રેકર્ડ કઢાવવામાં પણ પરસેવો વડી જાય છે. હાલે કોઇ બારખલી કેસ, જમીન સંપાદનને લગત એવોર્ડ કે ઘરખેડના જુના કેસો, નવી શરતની જમીનોની સનદ, હુકમ, કબ્જા સોપ્યાનુ પંચરોજકામ.. વિગેરે કાઢવામાટે કોઇ અરજદાર અરજી કરે તો એક સ્ટીરીયો ટાઇપ જવાબ આપવામાં આવે છે કે “મોરબીના ૧૯૭૯ ના પુર હોનારત તથા ભુકંપ ૨૦૦૧ માં કચેરીનુ રેકર્ડ અસ્ત વ્યસ્ત થઇ ગયેલ હોય. .રેકર્ડ મળતુ નથી.) જો ખુબ અગત્યનુ (રેવન્યુ ભાષમાં કાયમી રેકર્ડ) જો ખોવાઇ જાય તો પોલીસ ફરીયાદ કરવાની જોગવાઇ છે. શુ મામલતદાર મોરબી ગ્રામ્ય દ્વારા આવી કોઇ પોલીસ ફરીયાદ કરવામાં આવેલ છે ? જવાબ છે ના. નિખિલ મહેતા મોરબી જિલ્લામાં હાજર થયા ત્યારથી જુનુ રેકર્ડ (કોમ્પ્યુટર નોંધોની ખરી નકલ સિવાય) મળવાની જેટલી અરજીઓ આવી તેમાંથી કેટલી અરજીઓમાં જુનુ રેકર્ડ ગોતીને અરજદારશ્રીને પુરૂ પાડવામાં આવ્યુ તેની પણ એક્સપર્ટ કમિટી દ્વારા તપાસ થવી જોઇએ શુ એક પણ જુનુ રેકર્ડ મળતુ નથી ? જુના રેકર્ડની ખરી નકલ મળવા પણ ઘણા રૂપીયાની માંગણી કરવામાં આવે છે. જે લોકોને જુનુ (બારખલી, ઘરખેડ પ્રમાણપત્ર,નવી શરતની જમીનોની સનદ, હુકમ તથા રોજકામ વિગેરે) શોધીને આપ્યુ તે લોકોના નિવેદન પણ લેવા જેથી ખબર પડે કે આ જુનુ રેકર્ડ ગોતવામાટે નિખિલ મહેતાએ કેટલા રૂપીયા લીધા ? આવા જુના રેકર્ડની ૫૦ અરજીમાંથી ૧-૨ અરજીઓમાં જ જુનુ રેકર્ડ ગોતી આપવામાં આવે છે. આવુ કેમ ? જેથી મોરબીના નાના ખેડુતોને ઘણી હેરાનગતી થાય છે. તથા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનુ પણ મોટાભાગનુ રેકર્ડ હાલે પણ મોરબી મામલતદાર ગ્રામ્યની કચેરીમાં છે. આ મુદ્દા બાબતે પણ ઉંડાણ પુર્વક તપાસ કરવી. ખાલી મામલતદાર મોરબી ગ્રામ્યની જ આ વાત નથી આ સીવાયની મોરબી જિલ્લાની બધી જ રેવન્યુ કચેરીની છે. મોરબી જિલ્લાની પ્રાંત કચેરીઓમાં પણ લાખો માં વહીવટો થાય છે. કોઇ પણ અરજી નો હુકમ કરાવવો હોય લાખો રૂપીયા આપવા પડે છે. તેના વગર અરજીનો હકારાત્મક હુકમ થતો નથી. આજે મને એમ થાય છે કે મોરબીમાં અધિકારીઓ બધા નોકરી કરવા આવે છે કે લાખો – કરોડો રૂપીયા બનાવવા ? અને બાનવે પણ છે.
આમ સમગ્ર બાબતની જાણ કદાચ મોરબી રેવન્યુના ઉપલી અધિકારીઓને હશે જ તો પણ તેઓ શા માટે આંખ આડા કાન કરે છે જે ઉપરોક્ત તમામ મુદાની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે બધા મુદાઓની સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસ થાય તો મોરબીમાં કેટલો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે ખબર પડશે ખાલી મામલતદાર ગ્રામ્ય કચેરીની જ વાત નથી તે ઉપરાંત મોરબી જીલ્લાની બધી જ રેવન્યુ કચેરી, પ્રાંત કચેરીઓમાં પણ લાખોમાં વહીવટ થાય છે કોઈપણ અરજીનો હુકમ કરાવવો હોય તો લાખો રૂપિયા આપવા પડે છે તેના વગર અરજીનો હકારાત્મક હુકમ નથી થતો જેથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે અને જિલ્લામાં થતા ભ્રસ્ટાચાર માંથી સામાન્ય નાગરિકને બચાવવા અરજદારે અરજીમાં જણાવ્યું છે.
આજકાલ સમાચારના અહેવાલના પડઘા : મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય અને નાયબ કલેક્ટર કચેરીમાં તાપસ
વિશ્વનીય સૂત્રોની મળતી માહિતી મુજબ ઉપરની અરજીના અનુસંધાને જ તા.૧૩-૦૬-૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટરે નાયબ કલેક્ટરોની આગેવાનીમાં એક ટીમ બનાવી મામલતદાર કચેરી મોરબી ગ્રામ્ય અને નાયબ કલેક્ટર કચેરી, મોરબીમાં સવારથી જ તપાસના આદેશ આપેલ. જાગૃત નાગરીક દ્વારા આ અરજી બીજા મહિનામાં કરવામાં આવેલ. આટલા મહિનાઓ બાદ કેમ અચાનક જ આ અરજીની તપાસ અર્થે રાતોરાત ટીમ બનાવીને તપાસ કરવામાં આવેલ તે પણ એક અગત્યનો સવાલ છે. હવે આ તપાસના નામે ડિંડક થાય છે કે પછી મોરબી કલેક્ટર ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા ઉપર પગલા લેશે કે કેમ એ તો સમય જ બતાવશે.