મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમા હોય દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જીલ્લાના રાણાપુર પોલીસ મથકમાં લૂંટના ગુનામાં આરોપી શાહિદ નાનકાભાઈ બંડોડ રહે મધ્યપ્રદેશ હાલ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સનહાર્ટ સિરામિક કારખાનામાં કામ કરતો હોવાની બાતમી મળતા ટીમે સીરિક ફેક્ટરી ખાતેથી આરોપી શાહિદ બંડોડને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી અર્થે રાણાપુર પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ હાથ ધરી છે
