રવિરાજ ચોકડી નજીકથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રકના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના લાયન્સનગર શેરી નં ૦૩ ના રહેવાસી વિજય ચંદુભાઈ ચૌધરી નામના યુવાને ટ્રક ટ્રેઇલર જીજે ૩૬ એક્સ ૩૧૩૧ ના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભાઈ ખોડીદાસભાઈ ચંદુભાઈ ચૌધરી બાઈક જીજે ૩૬ એએમ ૭૪૨૨ લઈને રવિરાજ ચોકડી પસે આવેલ એ જ મિનરલ્સ કારખાના પાસેથી જતો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ખોડીદાસભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
