મોરબીમાં દારૂના ખુલ્લેઆમ વેચાણ બાદ હવે યુવાનોને નશાની લત લગાડી બરબાદ કરવા માટે ડ્રગ્સ વેચનારાઓ પણ જોવા મળી રહ્યા છે હાઈવે પરની હોટેલમાંથી પોલીસે એક ઈસમને મેફેડ્રોન પાવડર સાથે ઝડપી લીધો હતો આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષની સામે આવેલ રામદેવ હોટેલમાં રેડ કરી હતી અને આરોપી કાનારામ બાબુલાલ બિશ્નોઈને ઝડપી લઈને છ ગ્રામ મેફેડ્રોન પાઉડર કીમત રૂ ૬૦ હજાર, બે મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર, રોકડ રૂ ૩૯૪૦ અને બે ડીજીટલ વજનકાંટા કીમત રૂ ૬૦૦ સહીત કુલ રૂ ૮૪,૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તો રાજસ્થાનના રહેવાસી આરોપી રમેશ બિશ્નોઈનું નામ ખુલ્યું છે જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે