R R Gujarat

મોરબી પોલીસે અરજદારોના ખોવાયેલા 3.81 લાખના 21 મોબાઈલ શોધી પરત સોંપ્યા

મોરબી પોલીસે અરજદારોના ખોવાયેલા 3.81 લાખના 21 મોબાઈલ શોધી પરત સોંપ્યા

 

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા /ચોરાયેલાં મોબાઈલ શોધી કાઢી પરત આપવામાં આવે છે જેમાં સિટી એ ડિવિજન પોલીસ ટીમે 3.81 લાખના 21 મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા હતા

 

મોરબી એ ડિવિજન પીઆઇના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલાં મોબાઈલ શોધી કાઢવા ટીમ સતત કાર્યરત હતી જેમાં ceir પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનિકલ વર્ક આઉટ કરતાં કુલ 21 મોબાઈલ કિમત રૂ 3.,81,000 ના શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

 

તે ઉપરાંત એ ડિવિજન પોલીસે શનાળા રોડ પરના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ફરિયાદીના ભાડાના મકાનમાંથી ચોરી થયેલ સોના-ચાંદીના દાગીના કિમત રૂ 10,20,000 અને રોકડ રૂ 3,20,000 નો મુદામાલ ફરિયાદીને સોંપ્યો છે

 

જે કામગીરીમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ તથા એ.એસ.આઇ. કિશોરભાઈ મિયાત્રા તથા સવજીભાઇ દાફડા તથા જયવંતસિંહ ગોહીલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિજયદાન હરદાન તથા પો.હેડ.કોન્સ. હિતેશભાઇ વશરામભાઇ તથા પો.કોન્સ.સિધ્ધરાજસિંહ જાડેજા તથા કપીલભાઇ ગુર્જર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ ગઢવી તથા મહીલા પો.કોન્સ.કોમલબેન મિયાત્રા તથા મોનાબેન રાઠોડની ટીમ જોડાયેલ હતી