R R Gujarat

મોરબી :  પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકી ચાલક ફરાર, ૩.૫૩ લાખનો મુદામાલ જપ્ત 

મોરબી :  પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકી ચાલક ફરાર, ૩.૫૩ લાખનો મુદામાલ જપ્ત 

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે મોરબી જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળે છે તો ક્યારેક પોલીસ થોડો ઘણો દારૂ પકડી કામગીરીનો સંતોષ માનતી હોય છે તાજેતરમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકી આરોપી નાસી ગયો હતો

   એક સ્વિફ્ટ કાર દારૂ ભરી આવતી હોવાની બાતમી મળતા ટીમે નેક્સસ સિનેમા પાસે વોચ ગોઠવી હતી અને કાર રોકવા પ્રયાસ કરતા કારચાલકે કાર ભગાવી હતી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કુબેર ફાટક પાસેથી કારને આંતરી લીધી હતી કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો  સફેદ કલરની સ્વીફ્ટ કાર જીજે ૩૬ બી ૭૨૭ વાળીમાંથી  ઈંગ્લીશ દારૂની ૧૫૧ બોટલ કીમત રૂ ૫૩,૭૫૬ મળી આવતા પોલીએ કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩.૫૩ લાખનો મુદામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે