માળીયા હાઇવે પર ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં બિયરનો જથ્થો છુપાવી લઈ જતાં ટ્રક ચાલકને જડપી લઈને એલસીબી ટીમે 30 લાખનું ટ્રક ટ્રેલર અને દારૂ-બીયર સહિત કુલ રૂ 30,17,992 નો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી માળીયા હાઇવે પર માટીની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવી હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રક ટ્રેલર rj 21 gd 0930 વાળું જડપી લઈને તલાશી લેતા બીયર પેટી ટીન નંગ 112 કિમત રૂ 12,992 મળી આવતા બીયર, મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂ 30,17,992 નો મુદામાલ કબજે લઈને ટ્રક ચાલક રાજેન્દ્ર કાનારામ બાંગળા રહે રાજસ્થાન વાળાને જડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે