R R Gujarat

મોરબી કેશવનંદ બાપુ આશ્રમ સામે રહેણાંક મકાનમાંથી ૧૩૪ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી કેશવનંદ બાપુ આશ્રમ સામે રહેણાંક મકાનમાંથી ૧૩૪ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો


વિસીપરામાં આવેલ કેશવાનંદ બાપુના આશ્રમ સામે રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ૧.81 લાખની કિમતનો ૧૩૪ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુ આશ્રમ સામે રહેતો આરોપી ઇમરાન નુરમામદ મોવરના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૩૪ કીમત રૂ ૧,૮૧,૨૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે આરોપી ઇમરાન નુરમામદ મોવર હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે