શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.
અહીં ઉલ્લેખનીય છે કે, ૨૧ મે ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને અનુસંધાને તા.૨૧ મે ” રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિન”તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે ઉજવવામાં આવે છે.
૨૧ મે નિમિત્તે માહિતી કચેરી મોરબીના ભરત ફુલતરીયા, પ્રવીણ સનાળીયા, તેજસ રૂપાણી, હિતેશ્રી દવે, જય રાજપરા, કિશોર ગોસ્વામી તથા સૌ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા જેમાં સૌએ આતંકવાદ અને અહિંસા થી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા અખંડિતાના રક્ષણનો સંકલ્પ પણ કર્યો હતો.