હળવદ મોરબી રોડ પર ટ્રક ચાલકે એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એકટીવામાં સવાર ૪૫ વર્ષીય મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના લીલાપર ગામના રહેવાસી ઉષાબેન ચંદુભાઈ દુદકિયા (ઉ.વ.૪૫) વાળાએ કાર જીજે ૦૫ આરએસ ૭૪૯૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તેમના ઓળખીતા સુભાષભાઈના એકટીવામાં બેસી મહેન્દ્રનગર ચોકડી તરફ જતા હતા ત્યારે હળવદ મોરબી રોડ પર ઉમા રેસીડેન્સી સોસાયટીના ગેટ પાસે કાર ચાલકે એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી ઉષાબેન દુદકીયાને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
