મોરબીમાં રહેતી યુવતીને મેટ્રિમોનીય્લ વેબસાઈટ પરથી મુંબઈના યુવકનો સંપર્ક થયો હતો અને યુવકે લગ્નની લાલચ આપી આર્થિક સંકડામણ અને અલગ અલગ બહાના બનાવી યુવતી પાસેથી અલગ અલગ સમયે રૂપિયા ૮.૫૦ લાખ પડાવ્યા બાદ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મૂળ મોરબી વિવેકાનંદનગર ૧ રવાપર રોડ હાલ હૈદરાબાદ રહેતી દિપ્તીબેન સુરેશભાઈ સેતાએ આરોપી નિમેશ બાબુભાઈ ચોટલીયા રહે મુંબઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી નિમેશ સાથે મેટ્રિમોનીયલ વેબસાઈટથી સંપર્ક થયો હતો ફેબ્રુઆરી ૨૦૨૪ થી આજદિન સુધી અલગ અલગ સમયે આરોપી નિમેશે વિવિધ બહાના બનાવી યુવતી પાસેથી રૂ ૮,૫૦,૦૦૦ જેટલી રકમ મેળવી પોતાના અને પોતાના મિત્રના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં આરોપીએ યુવતી સાથે લગ્ન નહિ કરી પોતાનો મોબાઈલ બંધ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
