R R Gujarat

મોરબી શિક્ષણ સમાજનું દુષણ : આ વખતે વિદ્યાર્થીનીની છેડતી પ્રકરણમાં શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી પોલીસની ઝપટે ચડી ગયો 

મોરબી શિક્ષણ સમાજનું દુષણ : આ વખતે વિદ્યાર્થીનીની છેડતી પ્રકરણમાં શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી પોલીસની ઝપટે ચડી ગયો 

મોરબીમાં વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલો અને હંમેશા સામાજીક સ્ટેજ પર માઈક લઈને લોકેને મફતનું જ્ઞાન બાટતો (માઈકાસુર) અને ઓરીએન્ટલ ક્લાસીસ ચલાવતો ઠગ શિક્ષક રવીન્દ્ર ત્રિવેદીએ પોતાન સંતાન જેવડી ઉંમરની સગીર વયની તેના જ કલાસીસમાં શિક્ષણ લેવા આવતી વિધાર્થીનીની સાથે શારીરિક અડપલાં કરતા સગીરાના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે  

આ ઠગ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી અગાવ પણ છેડતી બાબતે મેથીપાક ખાય ચુક્યો હોવાની સૂત્રો પાસે થી માહિતી પ્રાપ્ત થઈ છે  અનેક સામાજિક સંસ્થામાં હોદાઓ લઈ આગેવાન થઈ ફરતો હોવાનું પણ સામે આવ્યું છે 

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઓરીએન્ટલ કલાસીસ ચલાવતો રવીન્દ્ર ત્રિવેદી નામના ખાનગી ટ્યુશન સંચાલક સામે તેની કલાસીસમાં અભ્યાસ કરવા આવતી સગીર વયની છાત્રા સાથે જાતીય સતામણી કરી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા ચકચાર મચી જવા પામી હતી. સગીરાના પરિવારજનોએ નોધાવેલ ફરિયાદ આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્યુશન સંચાલકને આ સગીરાના પરિવાર દ્વારા હુમલો કરી ઈજા પહોચાડવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.