R R Gujarat

મોરબી : ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મયંક પંડ્યાની વધુ એક અવળચંડાઇ સામે આવી વેપારી યુવાને બોલાવી દબાણ સર્જી પૈસાની ઉઘરાણી કરતા હતા ? 

મોરબી : ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મયંક પંડ્યાની વધુ એક અવળચંડાઇ સામે આવી વેપારી યુવાને બોલાવી દબાણ સર્જી પૈસાની ઉઘરાણી કરતા હતા ? 

મોરબીના હિતેશ નાથુભાઈ કૈલા નામના વેપારીને એલસીબી પીઆઈ મયંક પંડ્યા દ્વારા તમારા પર અરજી થઈ છે તેમ કહી પોલિસ સ્ટેશન બોલાવીને બેસાડી રાખી અને તેના પર શેની અરજી થઈ છે તેની માહિતી આપ્યા વગર બેસાડી રાખી વેપારીના ભાગીદારને પૈસા આપી દેવાની દબાવણી આપી ઉઘરાણી કરતા હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પીઆઈ પંડ્યાના ત્રાસ થી કંટાળીને હિતેશ કૈલા નામના યુવાને એલસીબી પીઆઇ પંડ્યા વિરુદ્ધ કોર્ટના શરણે જવું પડ્યું હતું. 

ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પૂર્વ ભાગીદાર હેમેન્દ્ર શિલું સાથે તેઓએ ભાગીદારી છૂટી કરી હતી અને ભાગીદારી પેઢીના નાણાકીય તેમજ અન્ય દીવાની તકરારો બાબતે શીલુ દ્વારા દીવાની કોર્ટમાં કેટલાક મનાઈ હુકમો માંગવામાં આવ્યા હતા પરંતુ તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા ન હતા અને તેમની અરજી નો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2022 માં બની હતી ત્યાર બાદ સામા વાળા દ્વારા મોરબીના તાલુકા પોલીસ સ્ટેશન સહિત અલગ અલગ ત્રણ વખત અરજી કરવામાં આવી હતી અને ત્રણે અરજીઓ પોલીસ દ્વારા એવા આધાર ઉપર નિકાલ કરી દેવામાં આવ્યો હતો કે આ એક દિવાની તકરાર હોવાથી પોલીસમાં સામેલ થશે નહીં તેમ છતાં પીઆઈ પંડ્યા હોદાના નશામાં હોદાનો ગેર ઉપયોગ કરી ઉઘરાણી કરવા દબાણ કરતા હતા. શું એલસીબી પીઆઇ પંડ્યા અને લોકલ પોલીસ માટે આઈપીસી અને બીએનએસ નો કાયદો અલગ-અલગ છે? શું તેમને આઇપીસી ન્યાય સંહીતા લાગુ નથી પડતી? 

આવો જ એક મામલો મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે ભાગીદારો વચ્ચેની દીવાની તકરારમાં વચ્ચે પડીને એક ભાગીદારની તરફેણ કરીને બીજા ભાગીદાર ઉપર દબાણ તેમજ ધમકી આપવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચતા જસ્ટિસ સંદીપ ભટ્ટ દ્વારા મોરબી પોલીસને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

જસ્ટિસ સંદીપ ભટ્ટે ટિપ્પણી કરી હતી કે શું ઇન્ડિયન પીનલ કોડ અને ભારતીય ન્યાય સંહિતા મોરબીની ક્રાઈમ બ્રાન્ચ માટે અલગ બનાવવામાં આવી છે અને શા માટે આવી ભાગીદારોની તકરારમાં પોલીસ વચ્ચે પડે છે?

તેમ છતાંય આવી જ એક અરજી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા તેમણે બોલાવીને તેમની ઉપર ધમકી અને દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આથી પોલીસની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ ઘટનાની ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે એક વખત જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવ્યો ત્યારે ક્રાઈમ બ્રાન્ચ કેવી રીતે આમાં સામેલ થઈ શકે? શું ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસથી ઉપલી સત્તા ધરાવે છે? બીજું કે જો લોકલ પોલીસ દ્વારા તપાસ કરવામાં યોગ્ય ન આવી હોય અને તેઓ દ્વારા અરજદારની તરફેણ કરવામાં આવી હોય તો શું લોકલ પોલીસ ઉપર પગલાં લેવાના?

 જો અરજદાર સાચો હોય તો ક્રાઈમ બ્રાન્ચ સામે પગલાં લેવાનાં? એક પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ ગઈ હોય તો બીજા પોલીસ સ્ટેશનમાં તે જ ગુના સબબ શા માટે તપાસ કરવી જોઈએ?

પોલીસ તંત્ર દ્વારા આ બાબતે એક મિકેનિઝમ ડેવલપ કરવું જોઈએ કે કોઈ બીજા પોલીસ સ્ટેશનમાં આવી અરજી થઈ હોય અને તેવી જ અરજી અન્ય પોલીસ સ્ટેશનમાં થાય તો તેની જાણ થઈ શકે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ભાડા કરાર અને તેના જેવા દીવાની તકરારોમાં પોલીસ શું કામ સામેલ થાય છે?

ત્યારબાદ અદાલતે હેમેન્દ્ર શીલુંને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ કરીને પોલીસ સહિતના તમામ પક્ષકારોને નોટિસ કાઢીને વધુ સુનાવણી 20 માર્ચ ના રોજ રાખી હતી.

અરજદાર તરફથી હાઇકોર્ટમાં એડવોકેટ જે.બી પાંચોટિયા ગિરીશ અંબાણી તેમજ રફીક લોખંડવાલા રોકાયેલ હતા.