૮.૯૭ લાખનો દારૂ, ટ્રેલર અને માટી સહીત ૨૯.૩૪ લાખનો મુદામાલ જપ્ત
વાંકાનેર હાઈવે પર ભાયાતી જાંબુડિયા નજીકથી માટીની આડમાં ટ્રેલરમાં છુપાવી લઇ જવાતો દારૂનો મસમોટો જથ્થો પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો છે ટ્રેલરમાંથી ૮૧૬ બોટલ દારૂનો જથ્થો મળી આવતા ૮.૯૭ લાખનો દારૂ, ૨૦ લાખનું ટ્રેલર, સફેદ માટી સહીત ૨૯.૩૪ લાખનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને ઝડપી લીધા છે
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમમાં હોય દરમિયાન ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલ શક્તિરાજ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેલરમાં સફેદ માટીની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી ટ્રક ટ્રેલર અરજે ૩૬ જીએ ૯૫૨૩ ની તલાશી લેતા ટ્રેલરમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની ૮૧૬ બોટલ કીમત રૂ ૮,૯૭,૬૦૦ મળી આવતા દારૂનો જથ્થો, 3 મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર, ટ્રેલર કીમત રૂ ૨૦ લાખ અને સફેદ માટી ૪૨ ટન કીમત રૂ ૨૧,૬૦૪ મળીને કુલ રૂ ૨૯,૩૪,૨૦૪ ની કિમતનો જથ્થો જપ્ત કર્યો છે
પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્થળ પરથી આરોપી ટ્રક ટ્રેલર ડ્રાઈવર રવીજીતસિંહ રૂપસિંગ રાવત અને અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે તેમજ અન્ય આરોપી દારૂ મોકલનાર રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત રહે રાજસ્થાન અને દારૂનો માલ મંગાવનાર ઉદય જોરૂભાઈ કરપડા રહે મોરબી હળવદ રોડ મહેન્દ્રનગર આઈટીઆઈ સામે વાળાના નામો ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
