વાંકાનેરના ઢૂવા પાસે આવેલ ફેક્ટરીની લેબર કોલોનીની છત પરથી 46 વર્ષના આધેડ પડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રહલાદભાઈ પરશુરામભાઈ કુશવાહા (ઉ. વ.46) નામના આધેડ હાલ ઢૂવા ગામની સીમમાં સમ્રાટ સેનેટરીવેર કારખાનામાં રહીને કામ કરતાં હતા ગત તા. 26 ના રોજ પ્રહલાદભાઈ લેબર કોલોનીની છત પરથી અકસ્માતે નીચે પડી જતાં ઇજા પહોંચતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે