માળીયાના વાધરવા રેલવે લાઇન પાસે પાટા પર ચાલતી વખતે ટ્રેનની હડફેટે ચડી જતાં 51 વર્ષના આધેડનું મોત થયું હતું
વિરમગામ તાલુકાના થોરી થાભા ગામના રહેવાસી ખોડાભાઈ દેવાભાઈ સેનવા (ઉ. વ.51) વાળા આધેડ બે એક માસથી માનસિક બીમારીથી પીડિત હતા અને બે દિવસ પૂર્વે ઘરેથી કોઈને કહ્યા વિના જતાં રહયા હતા અને માનસિક બીમારીને કારણે માળીયાના વાધરવા રેલવે લાઇન પર પાટા પર ચાલતા હતા ત્યારે ટ્રેનની હડફેટે ચડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું માળીયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે