રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આજે મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ અને જાણીતા બિલ્ડરોના ઘર અને ઓફીસ સહિતના સ્થળો પર મેગા ઓપરેશન હાથ ધર્યું છે ૪૦ થી વધુ સ્થળોએ ૨૫૦ જેટલા અધિકારીઓની ટીમ કામગીરીમાં જોડાઈ છે અને મેગા ઓપરેશન ચાલી રહ્યું છે
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાણીતા બિલ્ડર પરેશ પટેલ, રાજુભાઈ ફેસ ગ્રુપ અને લેવીસ સિરામિક ગ્રુપ પર આઈટી ટીમે રેડ કરી છે ઓફીસ, ઘર સહિતના ૪૦ જેટલા સ્થળોએ આઈટી વિભાગનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે અંદાજે ૨૫૦ જેટલા અધિકારીઓની ટીમ મેગા ઓપરેશનમાં જોડાયેલ છે અને વિવિધ સ્થળોએ ચેકિંગ કરી નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મોટી ટેક્ષ ચોરી પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી


