રાજપર રોડ પર ૪૫ વર્ષીય આધેડ પોતાની દુકાને હતા ત્યારે છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આધેડનું મોત થયું હતું
મોરબીના શકત શનાળા શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા સંજય અરજણભાઈ જરૂ (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૭ ના રોજ રાજપર રોડ પર આવેલ દુકાને બેઠા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ મારફત મોરબી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને આધેડને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
