R R Gujarat

માળિયાના વર્ષામેડી નજીક છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરનારને આજીવન કેદની સજા

માળિયાના વર્ષામેડી નજીક છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરનારને આજીવન કેદની સજા

માળિયાના વર્ષામેડી નજીક વર્ષ ૨૦૨૧ માં છરીના ઘા ઝીકી ૫૧ વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા રૂ ૨૦,૦૦૦ દંડ ફટકાર્યો છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૧-૦૫-૨૦૨૧ ના રોજ ભાનુબેન ભરતભાઈ વાઘેલા રહે માળિયા મોટા દહીંસરા વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા હરેશભાઈ દોઢેક માસ પૂર્વે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા રહે વર્ષામેડી તા. માળિયા વાળાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જેનું મનદુઃખ રાખી આરોપીએ હુમલો કર્યો હતો ફરિયાદી ભાનુબેન અને પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (ઉ.વ.૫૧) વાળા સાથે બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી ભરતભાઈને છરીના ઘા ઝીકી દઈને મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ગુનો નોંધી તા ૨૩-૦૫-૨૧ ના રોજ આરોપીને ઝડપી લીધો હતો

જે કેસ મોરબી સેશન્સ જજ પી ડી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવાઓને ધ્યાને ઈને આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (ઉ.વ.૨૯) રહે વર્ષામેડી તા. માળિયા (મી.) વાળાને ઈપીકો કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૨૦,૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે