R R Gujarat

માળીયા ફાટક ઓવરબ્રિજ પરથી ઓટો રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત, આરોપી નાસી ગયો

માળીયા ફાટક ઓવરબ્રિજ પરથી ઓટો રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો જપ્ત, આરોપી નાસી ગયો

 

માળીયા ફાટક ઓવરબ્રિજ પરથી ઓટો રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી પકડી પાડી પોલીસે 300 લિટર દેશી દારૂ અને રિક્ષા સહિત 1.10 લાખનો મુદામાલ કબજે લીધો છે આરોપી નાસી ગયો હતો

 

મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળીયા ફાટક ઓવરબ્રિજ રોડ પરથી ઓટો રિક્ષા જીજે 36 ડબલ્યુ 2286 વાળીને રોકી તલાશી લેતા દેશી દારૂ 300 લિટર કિમત રૂ 60 હજાર મળી આવતા ઓટો રિક્ષા અને દેશી દારૂ મળીને કુલ રૂ.1.10 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી નાસી ગયો હતો જેથી બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે