R R Gujarat

માળીયા સુરજબારી ચેક પોસ્ટ પાસે ડમ્પરે બ્રેક મારતા એસટી પાછળ ઘૂસી ગઈ

માળીયા સુરજબારી ચેક પોસ્ટ પાસે ડમ્પરે બ્રેક મારતા એસટી પાછળ ઘૂસી ગઈ

 

સુરજબારી ચેકપોસ્ટ પાસે આગળ જતાં ડમ્પર ચાલકે એકદમ બ્રેક મારતા એસટી બસ ડમ્પર પાછળ અથડાઇ હતી જે અકસ્માતમાં બસનો કાચ તૂટી ગયો હતો અને એસટી બસના ચાલકને ઇજા પહોંચી હતી

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના રહેવાસી વિક્રમભાઈ સરમણભાઈ મુછાળ ડમ્પર જીજે 12 વાય 9995 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 05 ના રોજ મોરબી કચ્છ હાઇવે પર સુરજબારી ચેકપોસ્ટ પાસે ડમ્પર ચાલકે કોઈપણ સિગ્નલ બતાવ્યા વગર એકદમ બ્રેક મારી હતી જેથી ફરિયાદીની એસટી બસ પાછળ ભટકાઈ હતી જેમાં બસનો આગળનો કાચ તૂટી ગયો હતો અને ફરિયાદીને પગે ઇજા પહોંચી હતી માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે