નિર્લિપ્ત રાયથી SMCમાંથી Rajkot DIGP તરીકે બદલી
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.
નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અશોક કુમારની બદલીથી ખાલી પડેલી જગ્યા પર, પોસ્ટને ડાઉનગ્રેડ કરીને કરવામાં આવી છે







