R R Gujarat

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટમાં મહાદેવ આર્મી ઇલેવન વિજેતા

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટમાં મહાદેવ આર્મી ઇલેવન વિજેતા

મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા ત્રી દિવસીય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી કુલ ૧૬ ટીમો એ ભાગ લીધેલ હતો. જેનો તારીખ 6 જૂન થી પ્રારંભ થયો હતો જે ટુર્નામેન્ટ તારીખ 9 જૂન સુધી ચાલી હતી

જે ટુર્નામેન્ટમાં 16 ટીમોને ભાગ લઈને તેમાંથી ચાર ટીમો રાજકોટની મહાદેવ આર્મી ઇલેવન, અમદાવાદની બ્રહ્મા ઇલેવન, રાપર કચ્છની પરશુરામ ઇલેવન અને મોરબીની જય ભવાની ઇલેવન એમ આ ચાર ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી. તેમાં મહાદેવ આર્મી ઇલેવન અને બ્રહ્મા ઇલેવન વચ્ચે સેમી ફાઇનલ રમતા મહાદેવ આર્મી ઇલેવન ટીમનો વિજય થયો હતો જ્યારે બીજો સેમી ફાઈનલ પરશુરામ ઇલેવન અને જય ભવાની ઇલેવન વચ્ચે સેમી ફાઇનલ રમતા પરશુરામ ઇલેવન ટીમનો વિજય થયો હતો ત્યાર બાદ મહાદેવ આર્મી ઇલેવન ટીમ અને પરશુરામ ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં મહાદેવ આર્મી ઇલેવન ફાઇનલ મેચ વિજેતા થઈ હતી

ફાઈનલ વિજેતા ટીમને મેડલ તેમજ આકર્ષક ઇનામો તથા રનર્સ અપ ટીમને પણ મેડલ તથા આકર્ષક ઇનામો આપી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા