R R Gujarat

મોરબીના ઘુંટુ ગામ નજીક ટ્રકે કારને પાછળથી ઠોકર મારતા કારમાં નુકશાન

મોરબીના ઘુંટુ ગામ નજીક ટ્રકે કારને પાછળથી ઠોકર મારતા કારમાં નુકશાન

 

ઘુંટુ ગામ નજીકથી આધેડ કાર લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી આવી કારના ડ્રાઈવર સાઈડ દરવાજાના ભાગે ભટકડી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાઈ છે

હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ ટ્રક જીજે 13 એએક્સ 8331 ના ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાની કાર જીજે 03 ઈએલ 1575 લઈને માથક ગામથી મોરબી વેજીટેબલ રોડ પર કામ અર્થે જતાં હતા ત્યારે ઘુંટુ ગામના ગેટ પાસે ટ્રક પાછળથી આવી ફરિયાદીની અલ્ટો કારના ડ્રાઈવર સાઈડ દરવાજાના ભાગે ભટકાડી નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે