નાના ખીજડીયા ગામે પ્રસંગ કરવાથી રાજી ના હોવાથી બે ઇસમોએ ગાળો આપી જઘડો કરી કારને સળગાવી નુકશાન કર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા એડવોકેટ દેવજીભાઈ રાણાભાઈ ચૌહાણ (ઉ. વ.35) વાળાએ આરોપી નરેશ ઉર્ફે પોપટ રામજી ચૌહાણ અને દિનેશ ચના ચૌહાણ રહે બંને નાના ખીજડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ઘરે માતાજીના પ્રસંગ હોવાથી કુટુંબના માણસો આવ્યા હતા અને આરોપીઓ પ્રસંગ કરવામાં રાજી ના હતા જેથી ઘરે આવી દેવજીભાઈને ગાળો આપી બોલાચાલી અને માથાકૂટ કરી હતી ફરિયાદીની કાર જીજે 13 એબી 6219 કિમત રૂ 3,50,000 વાળીમાં આગ લગાડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે