R R Gujarat

મોરબીના જાંબુડિયા પાસે અત્યાધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ કરવામાં આવ્યો

મોરબીના જાંબુડિયા પાસે અત્યાધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ કરવામાં આવ્યો

મોરબી: રાજકોટના ‘ધ નિલ્સ સંજયરાજ’ ગ્રૂપ દ્વારા મોરબીના જાંબુડિયા પાસે અત્યાધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી હોટેલ મોરબીમાં તમામ શુભ પ્રસંગો અને ઇવેન્ટ્સ માટે આદર્શ વેન્યુ બની રહેશે.

જેમાં વિવિધ વાનગીઓ ધરાવતું રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, પૂલ પાર્ટીની સગવડતા, આધુનિક જિમ, અને કેકે એરિયા તેમજ 35ની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, વિશાળ વાતાનુકુલિત બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટ છે. અત્યારે રૂમનું બુકિંગ અને રેસ્ટોરાં સંપૂર્ણ રીતે શરુ થઇ ચૂક્યું છે, અને બેન્કવેટ હોલ માટે પણ ઇન્કવાયરીઓ શરૂ થઇ ગઇ છે.

દાદા સ્વ. સંજયભાઈ રાજગુરુ (જિલ્લા પંચાયત પ્રમુખ, કુશળ રાજકારણી)ની દ્રષ્ટિ અને પિતા ઇન્દ્રનીલ રાજગુરુની (નિલ્સ એસ્ટ્રાલ, નિલ્સ સીટી ક્લબ, સંજયરાજ એજ્યુકેશન ઝોન) ના વારસાને જાળવતા માત્ર 27 વર્ષની ઉંમરે ગ્રૂપની જવાબદારી સંભાળનાર યુવાન ઉદ્યોગપતિ સ્વરાજ રાજગુરુ અને તેમના બહેન દર્શનીલ રાજગુરુ એ આ સફળતાને નવી દિશા આપી છે. તેમ યાદીમાં જણાવાયું છે.