૧.૯૫ લાખનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત, આરોપીની તપાસ
હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં દારૂ અને બીયરનો જથ્થો રાખી એક ઇસમ વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે રેડ કરી હતી અને ઓરડીમાંથી ૧.૯૫ લાખની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં કમલેશ માવજીભાઈ ભોરણીયાની વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો નથી વાડીની ઓરડીમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮૦ બોટલ અને ૭૪૪ નંગ બીયરનો જથ્થો મળી આવતા ૧.૯૫ લાખનો મુદામાલ કબજે લઈને મુદામાલ હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે તેમજ આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે