લજાઈ ગામે મકાન બાંધકામનો સામાન ભેગો મંગાવ્યો હતો જેમાં બે લાકડાના પાટિયા પરત માંગતા એક ઇસમેં આધેડને ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારાના લજાઈ ગામે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડાએ આરોપી બાબુભાઈ મોહનભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપીએ મકાન બાંધકામનો સામાન સંયુક્તમાં લીધો હતો જેમાં બે લાકડાના પાટિયા ફરિયાદી કિશોરભાઈએ પાછા માંગતા આરોપી બાબુભાઈ સારેસાએ ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ મારામારી અને ધમકીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે