ગાંધી ચોકમાં નજીવી બાબતે એક ઇસમે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને છરીના ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હાર્દિક કાનાભાઈ મકવાણાએ આરોપી જીગ્નેશ બોરિચ રહે લીલાપર રોડ બોરિચાવાસ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપી વાત કરતાં હતા ત્યારે અન્ય વ્યક્તિએ બોલાવતા આરોપીને સારું નહીં લાગતાં ગાળો બોલવા લાગ્યો અને ગાળો આપવાની ના કહેતા છરીનો ઘા પેટમાં મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે