માળીયા (મી.) ના વાડા વિસ્તારમાં બાકી નીકળતા પૈસા માંગતા સારું નહીં લાગતાં આરોપી યુવાનને છરી વડે છરકો કરી ઇજા કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
માળીયાના જૂન રેલવે સ્ટેશન પાસે રહેતા અલાયા કરીમ ભટ્ટીએ આરોપી સમીર હુશેન જેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 09 ના રોજ અલાયાએ આરોપી સમીર પાસેથી બાકી નીકળતા પૈસા માંગતા સારું નહીં લાગતાં બોલાચાલી કરી હતી અને છરી કાઢી સાઈડ ડોકના ભાગે છરકો કરી ઇજા પહોંચાડી હતી માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે