મોરબીમાં બાઇક ચોરી કરનાર ઇસમને બી ડિવિજન પોલીસ ટીમે દબોચી લીધો હતો અને ચોરી કરેલ બે બાઇક રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમ વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલવા કાર્યરત હતી ત્યારે શ્રધ્ધા પાર્ક પાસે અમરેલી રોડ પરથી શંકાસ્પદ ઈસમ બે મોટરસાયકલ સાથે જોવા મળતા બંને બાઇકના કાગળો માંગતા તેની પાસે નહીં હોવાનું કહ્યું હતું જેથી પોલીસ પોકેટ કોપમાં સર્ચ કરતાં એક બાઇક તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયાનું ખૂલ્યું હતું અને બીજું બાઇક કતારગામ સુરતના રહેવાસીનું હોવાનું ખૂલતાં સઘન પૂછપરછ કરતાં આરોપીએ બાઇક જૂની આરટીઓ કચેરી પાસેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી
બી ડિવિજન પોલીસે આરોપી અલ્લાઉદીન સમસર સંધવાણી રહે જોન્સનગર મોરબી વાળાને જડપી લઈને બે બાઇક કિમત રૂ 55 હજારનો મુદામાલ કબજે લીધો છે અને મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે