જોધપર ઝાલા ગામે વાડી વિસ્તારમાંથી ગત માસે બાઈક ચોરીની ઘટના બની હતી જે બાઈક ચોરી કરનાર આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે
ટંકારા પોલીસ ટીમ વાહન ચેકિંગ કામગીરીમાં હોય દરમિયાન એક ઇસમ બાઈક લઈને નીકળતા કાગળો માંગતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપી શક્યો ના હતો જેથી પોકેટ કોપ/ઈ ગુજ્કોપ એપ્લીકેશનમાં મોબાઈલ નંબર જીજે ૨૦ બીએચ ૩૦૨૧ અને એન્જીન ચેસીસ નંબર સર્ચ કરતા મોટરસાયકલ ઓનર કમલેશભાઈ અભસિંગ પલાસ રહે દાહોદ વાળનું હોય અને ફરિયાદી વિજયભાઈ અભ્લાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ દ્વારા ગત તા. ૦૪ ના રોજ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને ખરાઈ કરતા તા. ૧૮-૧૧ થી તા. ૧૯-૧૧ દરમિયાન જોધપર ઝાલા ગામે વાડી વિસ્તારમાંથી બાઈક ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી
ટંકારા પોલીસે આરોપી મુકેશ અભેસિંગ સંગાડા (ઉ.વ.૨૫) રહે રંગપર મૂળ રહે દાહોદ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક જીજે ૨૦ બીએચ ૩૦૨૧ કીમત રૂ ૩૫,૦૦૦ વાળું રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


