મોરબીમાં રહેતા વેપારી લીધેલ 8 લાખની રકમમાં વ્યાજનું વ્યાજ ચડાવી 1 કરોડ 35 લાખની પઠાણી ઉઘરાણી કરી બે ઇસમોએ વેપારી આધેડને કારમાં બેસાડી અપહરણ કરી રાજકોટ લઈ જઈને જમીન કઢાવી લેતા સોદાખત લખાણ કરાવી ડરાવી ધમકાવી રૂ 10 લાખ લઈને હજુ પણ જમીન પચાવી પાડવા મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રવાપર ઘુંનડા રોડ પર રહેતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (ઉ. વ.52) વાળાએ આરોપીઓ રમેશ દેવાભાઈ બોરિચા રહે રવાપર તા. મોરબી અને મોહિત રામભાઇ આગરીયા રહે રાજકોટ એમ બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રવાપર ગામના વતની હોય અને આરોપી રમેશ બોરિચાને ઓળખતા હતા જેથી આરોપી રમેશે ફરિયાદીની મજબૂરીનો લાભ લઈને આરોપી મોહિત સાથે મિલાપીપણું કરી મોહિતની ઓફિસ ખાતેથી ફરિયાદી સંજયભાઈને પ્રથમ 5 લાખ અને બીજી વખત 3 લાખ કુલ 8 લખી અપાવી જે રકમનો હિસાબ કરવાના બહાને સંજયભાઈને રમેશ બોરિચા પોતાની કારમાં બેસાડી મોતના ભીમ મૂકી બળજબરીથી અપહરણ કરી રાજકોટ ઓફિસ ખાતે લઈ ગયો હતો
આરોપી મોહિતની ઓફિસે ફરિયાદીની સંયુક્ત માલિકીની રવાપર ગામના સર્વે નંબર 18 પૈકી 3 વાળી જમીનમાં નીકળતો ફરિયાદીનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા સોદાખત (નોટરી) લખાણ કરાવી ફરિયાદીની સહી લઈને ખોટો દિવાની દાવો દાખલ કરાવી ડરાવી ધમકાવી તેના નીકળતા રૂપીયા 8 લાખના વ્યાજનું વ્યાજ ચડાવી તેમજ પેનલ્ટી ચડાવી રૂ 1 કરોડ 35 લાખ જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં રૂ 10 લાખ લઈ હજુ જમીન પચાવી પાડવા માટે એકબીજાને મદ્દગારી કરી જયાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે સિટી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે