R R Gujarat

મોરબીના સાપર-જેતપર રોડ પર કાર પાછળ રિક્ષા અથડાઇ, મહિલા સહિતનાને ઇજા

મોરબીના સાપર-જેતપર રોડ પર કાર પાછળ રિક્ષા અથડાઇ, મહિલા સહિતનાને ઇજા

 

સાપરથી જેતપર જતાં રોડ પર રિક્ષાચાલકે પુરજડપે રિક્ષા ચલાવી આગળ જતી કાર પાછળ ભટકાડી હતી જે અકસ્માતમાં રિક્ષામાં બેસેલ મહિલા સહિતનાને ઇજા પહોંચી હતી

મોરબીના જેતપર (મચ્છુ) ગામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમારે રિક્ષા જીજે 36 ડબલ્યુ 0645 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રિક્ષા ચાલકે પોતાની રિક્ષા બેફિકરાઈથી ચલાવી આગળ જતી સ્વિફ્ટ કાર જીજે 36 એસી 8581 પાછળ ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદી મધુબેનને માથા અને પગમાં ઇજા કરી તેમજ રિક્ષામાં બેસેલ અન્ય મુસાફરોને નાની મોટી ઇજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે