મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી ૨૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક કન્ટેનર ચાલકે બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી મનોજભાઈ ઉર્ફે બાબો ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) નામના યુવાન ગત તા. ૨૦ ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પોતાનું બાઈક જીજે ૩૬ એન ૮૪૮૫ લઈને જતો હતો ત્યારે ટ્રક કન્ટેનર જીજે ૩૯ ટીએ ૧૧૪૯ ના ચાલકે બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી મનોજ વાઘેલાને મોઢાના અને હાથના ભાગે ગંભીર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


