R R Gujarat

હળવદના જુના ઈશનપુર ગામે ગ્રામ પંચાયત ચુંટણીનો ખાર રાખી મારામારી, ૧૯ વિરુદ્ધ ફરિયાદ

હળવદના જુના ઈશનપુર ગામે ગ્રામ પંચાયત ચુંટણીનો ખાર રાખી મારામારી, ૧૯ વિરુદ્ધ ફરિયાદ


હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામમાં ગ્રામ પંચાયત ચુત્નીમાં સરપંચ અને સભ્ય ઉમેદવારી કરી હોવાનો ખાર રાખી ૧૯ ઇસમોએ પરિવારના સભ્યોને માર મારી ઈજા કરી મોબાઈલ ફોન તોડી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામના સનાભાઈ કાનાભાઈ મકવાણાએ આરોપીઓ (૧) પરેશભાઇ મણીભાઇ સારોલા (૨) નવઘણભાઇ મણીભાઇ સારોલાના બે દિકરાઓ જેના નામ આવડતા નથી તે (૩) ઝીણાભાઇ વરસીંગભાઇ સારોલા (૪) સંજયભાઇ ઝીણાભાઇ સારોલા (૫) પ્રકાશભાઇ ઝીણાભાઇ સારોલા (૬) રમેશભાઇ વરસીંગભાઇ સારોલા (૭) દેવાભાઇ રમેશભાઇ સારોલા (૮) ગગજીભાઇ રમેશભાઇ સારોલા (૯) કિશોરભાઇ ગેલાભાઇ સારોલા (૧૦) દિનેશભાઇ ગેલાભાઇ સારોલા (૧૧) મગનભાઇ દિનેશભાઇ સારોલા (૧૨) આશીષભાઇ દિનેશભાઇ સારોલા (૧૩) જયંતીભાઇ જગાભાઇ ઉઘરેજા/કોળી (૧૪) ગોવિંદભાઇ જગાભાઇ ઉઘરેજા (૧૫) કરણભાઇ ગોવિંદભાઇ ઉઘરેજા (૧૬) કાન્તીબેન જગાભાઇ ઉઘરેજા (૧૭) લીલાબેન મણીલાલ સારોલા (૧૮) લાભુભાઇ વરસીંગભાઇ સારોલા (૧૯) અશોકભાઇ લાભુભાઇ સારોલા રહે-બધા જુના ઇશનપુર ગામ તા.હળવદ જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જેમાં જણાવ્યું છે કે ફીર્યાદી સનાભાઇ મકવાણા સાંજના સુમારે બાઈક લઈને જુના ઈશનપુર ગામ પોતાના ઘર તરફ જતો હતો તાય્રે ગ્રામ પંચાયત ચુંટણીમાં ફરિયાદી અને તેના સમાજના વ્યક્તિઓ સરપંચ અને સભ્યોના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હોવાનો ખાર રાખી આરોપીઓ ભદ્રેશ ગોરાભાઇ મકવાણાને જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત શબ્દો બોલી ગાળો આપી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદી સહિતના બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ લોખંડ પાઈપ વડે માથામાં મારી ફરિયાદીને તેમજ ફરિયાદીના દીકરા બીપીનને ઈજા કરી લાકડીથી માર મારી ફરિયાદીના કાકા ગણેશભાઈને અને ભદ્રેશને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને આરોપી રમેશ સારોલાએ બીપીનભાઈનો મોબાઈલ ફોન તોડી નુકશાન કર્યું હતું હળવદ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે